ઓખા કોસ્ટગાર્ડ જેટી પર અકસ્માતે ક્રેઈન તૂટી પડતા ત્રણના મોત

0
ઓખા ખાતે જીએમબીની દેખરેખમાં કોસ્ટગાર્ડ જેટી પર પીલર બનાવવાની કામગીરી ચાલતી હોય જેમાં આજે સવારે ૧૧ કલાક આસપાસ અકસ્માતે જેટી પર કાર્યરત ક્રેઈનનો આગલો ભાગ ધડાકાભેર તૂટી પડતા ત્યાં ઊભેલા એક એન્જીનીયર, એક સુપરવાઈઝર તથા એક મજૂરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે જિલ્લા કલેકટર જી.ટી.પંડયા દ્વારા તપાસના આદેશ આપ્યા છે. ઓખા મરીન પોલીસ દ્વારા (૧) નિશાંતસિંઘ રામસિંહ ઉ.વ.રપ, રહે.રતનપુર, ફરૂખાબાદ, યુ.પી., (૨) અરવિંદકુમાર મુરારીલાલ નગલા, ગુજડુડવાલા, યુ.પી. તથા (૩) જીતેન્દ્ર ગોબરીયા, ઉ.વ.૩૦, ખરાડી, સલુનિયા, જાંબવા, એમ.પી. નામના ત્રણેય મૃતકોને સીવીલ હોસ્પિટલ દ્વારકા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઘટના અકસ્માત કે બેદરકારી અંગે પોલીસે પુછપરછ હાથ ધરી છે.
error: Content is protected !!