યુવતીએ લગ્નની ના પાડતાં હોટલમાં કોયલીનાં યુવકનું ઝેરી દવા પી લેતા મોત

0

જૂનાગઢમાં ગાંધી ચોક પાસેની હોટલમાં કોયલીનાં યુવકનું ઝેરી દવા પી લેતા મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ગાંધી ચોક પાસે રેલવે ફાટક નજીક આવેલ વૈભવ હોટલનાં રૂમ નંબર ૩૦૧માં મંગળવારની સાંજે ૭ઃ૩૦ વાગ્યાની આસપાસ વંથલી તાલુકાના કોયલી ગામના ૨૪ વર્ષીય વિરેન ધનજીભાઈ પરમાર નામના યુવકે ઝેરી દવા પીધી હોવાની જાણ થતા હોટલનો સ્ટાફ દરવાજો તોડીને રૂમમાં પ્રવેશતા યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્‌યો હતો. જોકે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે બી ડિવિઝનનાં પીએસઆઇ એસ. કે. મહેતાએ જણાવ્યું હતું કે, મૃતક યુવકને મેંદરડાની યુવતી સાથે મિત્રતા હતી. બંને મંગળવારની બપોરે વૈભવ હોટલમાં સાથે આવ્યા હતા અને બાદમાં યુવતી નીકળી ગઈ હતી. બાદમાં યુવતીએ યુવાનને ફોન કર્યો હતો પરંતુ યુવકે ફોન રીસીવ નહીં કરતા હોટલના રિસેપ્શન ઉપર ફોન કરીને વીરેન ફોન ઉપાડતો ન હોવાનું જણાવ્યું હતું. આથી હોટલના સ્ટાફે રૂમનો દરવાજો તોડીને જોતા યુવક દવા પીધેલી હાલતમાં મળી આવતા સારવાર માટે ખસડ્‌યો હતો પરંતુ તેનું મૃત્યું થયું હતું. આ ઘટના અંગે મૃતકના પિતા ધનજીભાઈ હાજાભાઇ તથા યુવતીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી. યુવતીના નિવેદન અનુસાર બંને વચ્ચે મિત્રતા હતી. પરંતુ લગ્ન થઈ શકે તેમ ન હોવાથી લગ્નની ના પાડી હતી આથી યુવાને ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો હતો. પોલીસે હોટલના સીસીટીવી, મૃતકનો મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!