રાજકોટ જીલ્લા ભાજપ દ્વારાકમલમ ખાતેજીલ્લા કક્ષા તેમજ તમામ ૧૭ મંડલોમાં ‘વીર બાલ દિવસ’ ઉજવવામાં આવ્યો

0

ગુરૂ ગોવિંદસીહજીના પુત્રોનું સર્વોચ્ચ બલિદાન આપણનેઈમાનદારી અને નિઃસ્વાર્થ દેશભક્તિ માટે પ્રોત્સાહિત કરે છે : ગૌતમભાઈ ગેડિયા, જોરાવરસિંહ અને ફતેહસિંહની શહાદત આપણનેબહાદુરી, ઈમાનદારી, દેશઅને ધર્મપ્રત્યેનું સમર્પણ પ્રેરણાસ્ત્રોત સમાનછે : દવે, ઢોલરીયા, જાડેજા, હેરભા, માકડિયા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તા.૯મી જાન્યુઆરી,૨૦૨૨ના રોજ ગુરૂ ગોવિંદ સિંધજીના પ્રકાશ પર્વ નિમિત્તે તા.૨૬મી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરૂ ગોવિંદ સિંધજીના પુત્રો સાહિબજાદો બાબા જોરાવરસિંધ અને બાબા ફતેહસિંધજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસ ને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરેલ. આ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગુજરાત પ્રદેશ કક્ષાએના આદેશોનુસાર, રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ધવલભાઈ દવે તેમજ જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાનીમાર્ગદર્શનમાં, ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા. મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડિયાના વક્તા સ્થાને તેમજરાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતિમાં “શ્રી કમલમ” રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લાકક્ષાનો ‘વીર બાલ દિવસ’ ઉજવવામાં આવ્યો તેમજ આ વીર બાલ દિવસ અંતર્ગત ગુરૂ ગોવિંદસિંહની તથા તેમના પરિવારના બલિદાન અનેશહાદતની વીરતા દર્શાવતી મીની ડોક્યુમેન્ટરી ફિલ્મ સાથે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના નવનિયુક્ત તાલુકા/શહેર પ્રમુખઓનું ફૂલહાર તથાખેસ પહેરાવી અનેમ્હો મીઠા કરાવીને સન્માનસાથે અભિનંદન પાઠવ્યાહતા. આ કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ નવીનપરી ગૌસ્વામી, જીલ્લાસહ-ઇન્ચાર્જઓ દેવભાઈ કોરડીયા, રાજુભાઈ ગોંડલીયા તેમજ રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખઓ રાજુભાઈ ધારૈયા, પ્રફુલભાઈ ટોળીયા, રીનાબેન ભોજાણી, જીલ્લા મંત્રી બિંદીયાબેન મકવાણા, વલ્લભભાઈ શેખલીયા, વલ્લભભાઈ ઝાપડિયા, વિશાલભાઈ ફાગલીયા, જસ્મીનભાઈ પીપળીયા, મનોજભાઈ રાઠોડ, જીલ્લા કિસાન મોરચા પ્રમુખ વિનુભાઈ ઠુંમર, મહામંત્રી વલ્લભભાઈ રામાણી, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, મહામંત્રી વર્ષાબેન ખુંટ, જીલ્લા અ.જા.મોરચા પ્રમુખ લાલજીભાઈ આઠું, મહામંત્રી નરોત્તમભાઈ પરમાર, જીલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી અશોકભાઈ ચાવ, મંડલના નવનિયુક્ત પ્રમુખઓ, મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય તથા જીલ્લા તેમજ મંડલ કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જીલ્લાના ઉપલેટા શહેર/તાલુકા, ભાયાવદર શહેર, ધોરાજી શહેર/તાલુકા, જેતપુર શહેર/તાલુકા, જામકંડોરણા તાલુકા, ગોંડલ શહેર/તાલુકા, કોટડાસાંગાણી, લોધિકા તાલુકા, રાજકોટ તાલુકા, પડધરી તાલુકા, જસદણ શહેર/તાલુકા, વિછીયા તાલુકામાં મંડલ કક્ષાનો “વીર બાલ દિવસ” કાર્યક્રમ યોજવામાંઆવ્યો. પ્રદેશ વક્તા ગૌતમભાઈ ગેડીયાએ ઉપસ્થિત મહાનુભાવોને વીર બાલ દિવસની માહિતી આપતા જણાવ્યું હતું કે, શીખોના દસમા ગુરૂ ગોવિંદ સિંહજીના પુત્રોના સન્માન માટે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે ૨૬મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે તેમની બહાદુરી અને બલિદાનને યાદ કરવામાં આવે છે. શીખોના દસમા ગુરૂ ગોવિંદસિંહજીને ચાર પુત્રો હતા. અજિતસિંહ, જુઝારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ બધા ધર્મરક્ષાનો ભાગ હતા. આ દિવસે સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહ શહીદ થયા હતા. ૧૯૯૯માં ગુરૂ ગોવિંદસિંહજીએ સેનાની રચના કરી હતી. જેનું મિશન લોકોને જુલમથી બચાવવાનું હતું. આ સેનામુઘલ સામાજ્ય માટે ખતરો હતા. ૧૭મી સદીમાં શીખોને આનંદપુર સાહિબમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળ ગયો હતો. થોડા સમય પછી, ૧૭૦૪માં શીખોએ કિલ્લો છોડવો પડયો. તેઓએ એક કરાર કર્યો કે જો ગુરૂ ગોવિંદ સિંહ આનંદપુર સાહિબ છોડશે, તો કોઈ યુદ્ધ નહીં થાય. પરંતુ ગુરૂ ગોવિંદસિંહ અને તેમના અનુયાયીઓ પર સારસા નદી પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેના બે પુત્રો શહીદ થયા હતા અને બાકીના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. ઔરંગઝેબ અને તેના લોકો તલવારના જોરે ગુરૂગોવિંદ સિંહના બાળકોનો ધર્મ બદલવા માંગતા હતાપરંતુ તેઓ ઝૂક્યા નહીં અને તેમને દીવાલમાં ચણી દેવામાં આવ્યા.આપણને દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે “વીર બાલ દિવસ” ઉજવી રહ્યું છે. આ રાષ્ટ્ર માટે નવી શરૂઆતનો દિવસ છે જ્યારે આપણે બધા ભૂતકાળમાં આપેલા બલિદાન માટે માથું નમાવવા માટે ભેગા થઈએ છીએ. શહીદી સપ્તાહ અને વીર બાલ દિવસ ચોક્કસપણે લાગણીઓથી ભરપૂર છે પરંતુ તે અનંત પ્રેરણાનો સ્ત્રોત પણ છે.” તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.

error: Content is protected !!