દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે તા.૧૩ જાન્યુઆરીના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

0

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૩-૧-૨૦૨૫ના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું તા.૧૧-૧-૨૦૨૫ થી તા.૧૪-૧-૨૦૨૫ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૩-૧-૨૦૨૫ના રોજ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવનું આયોજન થનાર છે. બેઠકમાં કલેકટરએ પતંગ મહોત્સવમાં પતંગબાજાે માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમ્યાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, સહિતની બાબત સુનિશ્ચિત કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એ.જાેશી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!