ઊના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. દિલીપભાઈ અશોકભાઈ સાંખટને પી.એસ.આઇ. તરીકે બઢતી મળતા તેમને પ્રોત્સાહિત કરવા ઊના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના અધ્યક્ષ સ્થાને પીન સેરેમની અને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન રાણા, એડિશનલ પોલીસ ઇન્સ્પેકટર જે.જે. પરમાર, પી.એસ.આઈ. આર.પી. જાદવ, પી.એસ.આઇ. જે.પી. જાેશી અને પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હજાર રહેલ અને ડી.વાય.એસ.પી. ચૌધરીએ પી.એસ.આઇ.ની પીન પહેરાવી હતી અને તેમને સ્મૃતિ ચિહન આપી વિદાય માન આપેલ હતું.