જૂનાગઢ શહેરમાં તાજેતરમાં એક યુવકના બાઈકની ચોરી થઈ હતી અને જે અંગે ગુનો પણ દાખલ થયો હતો. દરમ્યાન પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી અને બાઈક ચોરનાર જૂનાગઢનાં ૨ મિત્રને ભેસાણ રોડ ઉપરથી પોલીસે ઝડપી લઇ બાઈક કબજે લીધું હતું. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતો ૨૯ વર્ષીય લતીફ કરીમભાઇ બ્લોચ ગત તા. ૮ ડિસેમ્બરના રોજ રાત્રે ૧૧ વાગ્યે પોતાની રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની જીજે-૧૧-સીપી-૫૯૭૩ નંબરની બાઈક જૂનાગઢમાં આરટીઓ ઓફિસ સામે આવ્યો હતો અને મિત્રો જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર આવેલ હેમાવન સોસાયટીમાં રહેતો રોહિત જયસુખ કવા અને રઘુવીર સોસાયટીનો સનવેજ સમીર સંઘાર સાથે બેઠો હતો. તે વખતે રોહિતને ઊંઘ આવી જતા તેનું બાઈક ચોરીને બંને મિત્રો નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદ થતાં ગુનો નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ચોરીનો ગુનો કરનાર બંને શખ્સ ભેસાણ રોડ ઉપર ઉભા હોવાની માહિતી મળતા ઇન્ચાર્જ તાલુકા પીઆઇ ડી. કે. સરવૈયાની ટીમે તપાસ કરતા બંને આરોપીએ બાઈકની નંબર પ્લેટ કાઢી નાખી હોય તેના એન્જિન, ચેસીસ નંબરની ખરાઈ કરતા લતીફનું ચોરાયેલ બાઈક હોવાનું જણાવતા ૨૪ વર્ષીય રોહિત જયસુખ અને ૨૧ વર્ષીય સનવેજ સમીરની ધરપકડ કરી રૂપિયા ૫૦ હજારનું બાઈક કબજે કર્યું હતું.