ખંભાળિયામાં સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરાયું

0

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ખાતે સિંહણ નર્સરીમાં વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા લોકાર્પણ કરાયેલી આ નર્સરી બે હેકટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવી છે. આ વન કવચમાં વીસ હજાર રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કરંજ, લીમડો, આસોપાલવ, સવન, હરડે, સપ્તપરની, સરગવો, પારિજાત, પુત્રજીવા સહિત ૩૯ પ્રજાતિના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વન વિભાગ દ્વારા રાજ્યને વધુ હરિયાળું બનાવવાના હેતુથી, જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પધ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ પધ્ધતિ વિકસાવવામાં આવી છે. વન કવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એક ઝડપથી નાનું વન બનાવવાની પધ્ધતિ છે. વન કવચના લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક અરુણ કુમાર, આર.એફ.ઓ. પિંડારિયા, ભરતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારિયા, કાનાભાઈ કરમુર, સગાભાઇ રાવલિયા સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!