માંગરોળમાં શ્રી ગોપાલકૃષ્ણ દ્વારા ગૌદાન એકત્ર કરવા સ્ટોલ રખાયો હતો

0

મકરસંક્રાંતિના પાવન પર્વ ઉપર દર વર્ષની જેમ લીમડા ચોક ખાતે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌદાન એકત્ર કરવા માટે સ્ટોલ રાખવામાં આવેલ હતો. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, ગૌશાળાના પૂર્વ પ્રમુખ તેમજ માંગરોળના ઉદ્યોગપતિ મેરામણભાઈ યાદવ, શહેર ભાજપ પ્રમુખ તેમજ ગોપાલકૃષ્ણ ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ઉપપ્રમુખ પરેશભાઈ જાેશી, ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસીયા, પૂર્વ પટેલ પરસોતમભાઈ ખોરવા, ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન કાંતિભાઈ કગરાણા(કાકા) તેમજ આગેવાનોમાં ભગવાનભાઈ મોરી, ભગીરથસિંહ ચુડાસમા, કાંતિભાઈ ચાવડા, પંકજભાઈ રાજપરા, મનસુખભાઈ વૈષ્ણવ, અજમલભાઈ પરમાર, મેહુલભાઈ વૈષ્ણવ, નગર સ્વર રમેશભાઈ જાેશી, કાનાભાઈ દેવાણી, રમણીકભાઈ વિઠલાણી, પત્રકાર મિત્રો નીતિનભાઈ પરમાર, નિલેશભાઈ રાજપરા, જીતુભાઈ પરમાર, પ્રકાશભાઈ લાલવાણી વિનુભાઈ મેસવાણીયા તેમજ પ્રફુલભાઈ નાંદોલા, નરેશભાઈ ગૌસ્વામી, મુળુભાઈ, સુરેશભાઈ સોલંકી, પ્રવીણભાઈ પંડ્યા, ધનસુખભાઇ હોદાર સાથે માંગરોળનાં વેપારી આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

error: Content is protected !!