જાયન્ટસ ગ્રુપ માંગરોળની એક મીટીંગ પ્રમુખ કિશનભાઇ પરમારની અધ્યક્ષતામાં મળેલ હતી. જેમાં નવા વરસ ૨૦૨૫ નાં હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ છગનભાઇ પરમાર, ઉપપ્રમુખ અરવિંદભાઈ ખેર, ડો.કમલેશભાઈ કુબાવત, સેક્રેટરી પંકજભાઈ રાજપરા, ખજાનચી પરેશભાઈ જોષી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આગામી વરસના પ્રોજેક્ટ હાથ ધરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. નવા વરાયેલ હોદેદારોની યુનિટ ડાયરેક્ટ ગુણવંતભાઈ સુખાનદીએ તથા નિવૃત્ત થતાં પ્રમુખ કિશનભાઇ પરમાર અને સભ્યોએ શભેચ્છાઓ પાઠવી હતી.