ભા.જ.પ.ના નેતાઓ કાર્યકરોના બીન અધિકૃત દબાણો તંત્રના ધ્યાન ઉપર આવતાની સાથે ભા.જ.પ.ના બની બેઠેલા નેતાઓમાં હડકંપ મચવા સાથે તેમના ફોન સ્વીચ ઓફ આવતા પ્રજાજનો તેમને શોધવા દોડધામમાં લાગ્યા છે અને નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા જતા તંત્રની થોભો અને રાહ જુઓની નીતિ અને તંત્રનું મૌન કઇંક નવા જૂની થનાર હોવાનું દર્શાવે છે. ગત સપ્તાહે યાત્રાધામ બેટ દ્વારકાથી ચાલુ થયેલ મેગા ડિમોલેશન ઓપરેશન દરમ્યાન વિસ્તારમાં રેકોર્ડ મેગા ડિમોલેશન શરૂ થયું હતું જે આજે સાંતમો દિવસે પણ ચાલુ છે, મેગા ડિમોલિશનના ૬ દિવસમાં ૧,૧૪,૧૩૨ ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. જેમાં ૩૭૬ બીન અધિકૃત મકાનો, ૯ વાણિજ્ય એકમો, ૧૩ ધાર્મિક સ્થાનો કે જે કરાયેલ જમીનની અંદાજિત કિંમત રૂપિયા ૬૦ કરોડ થાય છે. તે રાજસતા કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ્લ ૩૫ ટાપુઓ આવેલા છે. જેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૩ ટાપુઓ પર ના દબાણો દૂર કરાયા છે. જ્યારે હવે કાર્યવાહી આગળ વધતા હવે તે મહા મેગા ડિમોલેશનમાં પરિવર્તીત થયેલ હોય તેમ આ યાત્રાધામ બેટ દ્વારકા ઓખા નગર પાલિકાના વહીવટ હેઠળનો જ એક વિસ્તાર હોય અને હવે આ ડિમોલેશન ઓપરેશન સમગ્ર નગર પાલિકા હદ વિસ્તારમાં અમલી બને તો તે મહા મેગા ડિમોલેશન ઓપરેશન બન્યાનું નકારી શકાતું નથી. ઓખા નગરપાલિકાના હદ વિસ્તાર યાત્રાધામ બેટ દ્વારકાથી ચાલુ થયેલ ઓપરેશન મેગા ડિમોલિશન હવે સમગ્ર પાલિકા વિસ્તારમાં અમલી બનશે તો એક સપ્તાહ દરમ્યાન મુક્ત થયેલ બીન અધિકૃત દબાણ ગ્રસ્ત જમીન જે હજારો ફૂટ ની છે તે આ મહા મેગા ઓપરેશન પુરૂ થતા જમીન ફૂટના બદલે એકરના માપથી અને જેની કિંમત અત્યારે કરોડો રૂપિયા અંકાય છે તે હજાર કરોડમાં ગણાશે તે સત્ય અને નિશ્ચિત હકીકત હોવાનું તંત્ર ખુદ માની રહ્યાનું નકારી શકાતું નથી. કેન્દ્રીય સુરક્ષા એજેન્સીઝો એન.આઈ.યુ.-એ.ટી.એસ.-આઈ.બી.-નેવી.-કોસ્ટગાર્ડના રડારમાં રહેલ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના સંવેદનસિલ વિસ્તારોમાં હજારો હેકટર સરકારી ખુલ્લી જગ્યા, ગૌચરની જગ્યા ઉપર દેશદ્રોહી તત્વો દ્વારા સ્લીપર સેલ અને વિદેશી ઘૂષણખોરો માટેના શેલ્ટર સ્થાનો અને પ્રતિબંધિત વસ્તુઓના ગોડાઉન સ્વરૂપના બીન અધિકૃત બાંધકામો સ્થાનિક રાજકારણી નેતાઓ અને મત બેન્કના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા ના જે તે એજેન્સીઝના કેન્દ્ર સરકારને થયેલા રિપોર્ટ અને તેની તપાસના અંતે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના મહેસુલ વિભાગને ક્લીન એન્ડ ક્વિક રાજ્ય બનાવવા સંદર્ભે કરાયેલા આદેશ બાદ ગત ઓક્ટોબર રરમાં જે તે સ્ટ્રેટેજીક પોઇન્ટ ઉપરના આ પ્રમાણેના બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ ફરીને બે વર્ષ બાદ ક્લીન એન્ડ ક્વિક એક્શનના આદેશના પગલે રાજ્યમાં સૌ પ્રથમ યાત્રાધામ બેટ દ્વારકામાં આ પ્રકારના સ્ટ્રેટેજીક પોઇન્ટ સિવાયના સ્થાનો ઉપર બનાવાયેલા બીન અધિકૃત બાંધકામોને રક્ષિત રાખવા સાથે સાથે ઉભા કરાયેલા ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવાના કેન્દ્ર સરકારના આદેશ બાદ ગત સપ્તાહથી ચાલુ થયેલ મેગા ડિમોલેશન ઓપરેશન છેલ્લા ત્રણ દિવસથી બેટ દ્વારકા સુધી સીમિતના રહેતા સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થાનો ઉપર છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ઉભા કરાયેલા વ્યાપારીક દુકાન જેવા ધાર્મિક સ્થાનોને દૂર કર્યા બાદ હવે જે તે ગ્રામ કે નગરપાલિકાની વર્ષ ૧૯૭૧ સમયની ખાલી સરકારી કે ગૌચરની જમીન ઉપર પણ મફતિયા પ્લોટના નામે દબાણ કરાયેલ લાખો મીટર સરકારી ઉપયોગી જમીન ઉપરના દબાણોને પણ હવે દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે જે તે ગ્રામ, નગરના સરકારી રેકર્ડ ઉપર નોંધાયેલ જમીન માલિકીના રેકર્ડ સાથે રાજ્યમાં અમલી બનેલ એરિયા બેઝ ટેક્ષના કારણે તંત્રના રેકર્ડ ઉપર વધેલા અને હાલમાં નોંધાયેલ મિલ્કતોના કારણે આસાનીથી ધ્યાન ઉપર આવેલા બીન અધિકૃત મિલ્કતના ધારકોના નામ, એડ્રેસ, આધાર કાર્ડ, વ્યવસાય વેરા, સ્થળ સાથેના રેકર્ડને આધારે તંત્ર દ્વારા ગઈકાલથી ચાલુ કરાયેલા મિલ્કત રેકર્ડ વેરિફિકેશનના નામે આવા બીન અધિકૃત બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા અથવા ડિમોલેશન દ્વારા દૂર કરવાની ચાલુ થયેલ કાર્યવાહી અહીં ચાલુ થયેલ મેગા ડિમોલેશન ઓપરેશન હવે મહા મેગા ડિમોલેશન ઓપરેશન બની રહેશે તેવું મનાય અને જણાય છે.