પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભની યાત્રાએ જતા જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમંત શ્રી મહાદેવ ભારતી બાપુના રથને પ્રસ્થાન કરાવતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ

0

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે એમને જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા પૂ. બાપુને હારતોરા કરી તમામ સેવક ગણોનું યાત્રા દરમ્યાન સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને નિવિર્ઘ્ન શુભ યાત્રા પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ પાઠવી ગિરનારી મહારાજનો જયકારા કરી પ્રાર્થના કરી તેમના રથને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું. આ તકે સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, અલ્પેશભાઈ મહેતા, કેતનભાઇ રૂપાપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!