ઉનાના અંજાર ગામ પાસે આવેલી મચ્છુન્દ્રી નદીમાંથી યુવાનની લાશ મળી

0

ઉનાના અંજાર ગામ પાસે આવેલી મચ્છુન્દ્રી નદીમાં એક યુવાનની લાશ મળી આવી છે. પથ્થર મારી તેની કોઈએ હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક યુવક અંજાર ગામનો રહેવાસી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. દરમ્યાન ઉના પોલીસ કાફલો તથા એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવાન અંજાર ગામનો હોવાનોનું અનુમાન છે. મૃત્યું પામેલ યુવાન જીતુભાઈ બારોટ હોવાનું બહાર આવેલ છે. વિશેષમાં મૃતક યુવાન ઉનાની શિશુ ભારતી સ્કૂલ પાસે ચાની લારી ચલાવતો હોય તેવી પણ માહિતી મળી છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!