પીએસઆઈની પરીક્ષા આપવા આવેલા એક યુવાન પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના મિત્રના ઘરે આવ્યો હતો અને જયાં તેનું હાર્ટએટેકથી મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ઉનાથી પીએસઆઇની પરીક્ષા આપવા જૂનાગઢ આવેલા યુવાનનું તેમના મધુરમ સ્થિત મિત્રના ઘરે હાર્ટ એટેક આવતા તેનું મૃત્યું થયું છે. આ કરૂણ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઉનામાં રહેતા ૩૦ વર્ષિય યુવાન મૌલીક કિશોરભાઇ બારૈયા પીએસઆઇની પરીક્ષા દેવા માટે જૂનાગઢ આવ્યો હતો. તેમણે પીએસઆઇની ભરતીની પરીક્ષામાં દોડના ૧૧ રાઉન્ડ લગાવ્યા હતા જેમાં ૧ રાઉન્ડમાં તે નાપાસ થયો હતો. દરમ્યાન મૌલીકનો મિત્ર ધવલ રસીકભાઇ પંડ્યા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતો હતો. જેથી મૌલીક તેના મિત્રને ત્યાં મધુરમમાં ગયો હતો. ત્યારે ગુરૂવારની સવારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ હુમલો તેના માટે જીવલેણ સાબિત થયો હતો જેમાં મૌલીકનું મૃત્યું થયું હતું.આમ, ઉનાથી પીએસઆઇની ભરતીની પરીક્ષા આપવા આવેલા યુવાનનું મિત્રના ઘરે હાર્ટ એટેકથી મોત થતા મૃતકના પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ છે. આ બનાવ અંગે સી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.