રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરીના દિવસે આરેણા ગ્રામ પંચાયતના સદસ્ય કાર્તિકભાઈ કાનાભાઈ ભાદરકા દ્વારા દેહદાનનું સંકલન પત્ર અર્પણ કર્યું છે. માંગરોળ તાલુકા કક્ષાએથી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા ખાતે ઉજવવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવારમાં ઉપસ્થિત કાર્તિકભાઈ ભાદરકા દ્વારા મામલતદારના હસ્તે દેહદાનનો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવારને અર્પણ કર્યો હતો. કાર્તિકભાઈનું દેહદાનનું સંકલન પત્ર પોરબંદર ય્.સ્.ઈ.ઇ.જી. મેડિકલ કોલેજમાં પોરબંદરના સેવાભાવી રોટલા બેંકના દર્શનભાઈ જાેષી અને શ્રી રામ બ્લડ બેંકના મેનેજીંગ ડાયરેકટર જયપાલસિંહ જેઠવા દ્વારા ડો. મયંક જાવિયાને અર્પણ કર્યું છે. કાર્તિકભાઈ ભાદરકાના વંદનિય વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર બિરદાવે છે અને કાર્તિકભાઈને ર્દિઘ આયુષની શુભકામના પાઠવે છે.