સરકારી વિનયન કોલેજ, ભેંસાણ ખાતે ગુજરાત સરકારના ઇનોવેશન પ્રકલ્પ હેઠળ તાલીમ વર્ગ યોજાયો. જેમાં રોબોકાર્ટ કંપનીમાંથી પલ્લવી સિંઘ ટ્રેઈનર તરીકે હાજર રહ્યા હતા. તા.૨૦-૧-૨૦૨૫ થી ૨૧-૧-૨૦૨૫ એમ બે દિવસ સુધી કોલેજ ના કુલ ૩૪ વિદ્યાર્થીઓ તાલીમ વર્ગનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ માં નવચાર કરવાનો અભિગમ કેળવાય અને પછી વિદ્યાર્થીઓએ અભિગમથી સમાજને ઉપયોગી થાય તેવું સર્જન કરી અને એ સર્જનને સ્ટાર્ટ અપમાં રૂપાંતરિત કરી શકે તેવા હેતું સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના આયોજનમાં કોલેજના આચાર્ય ભરત બાંભણીયાના માર્ગદર્શનમાં ઈનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડો. પંકજ સોલંકી તથા કોકોર્ડીનેટર ડો. વિશ્વજીત કવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સંકલન ડો. સચિન પીઠડીયાએ કર્યું હતું અને તાલીમને સફળ બનાવી હતી.