શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર : શ્રી કષ્ટભંનજન દેવનું રાજાેપચાર પૂજન કરાયું

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૩૧-૦૧-૨૦૨૫ને શુક્રવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. સાંજે ૦૪ઃ૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજાેપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૬ઃ૧૫ કલાકે પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું મોટી સંખ્યામાં હરિભક્તોએ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજાેપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજાેપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજાેપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજાેપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે. ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.૧૦૦ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જાેવાલાયક બની જાય છે.આ રીતે રાજાેપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજાેપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે. ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજાેપચાર પૂજન કરવામાં આવે છે.

error: Content is protected !!