ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક દ્વારા CELC હેઠળ ૬૪,૭૬૧ બાળકોની ઘર આધારિત આધાર નોંધણી કરી સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો પ્રથમ સ્થાને

0

“પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” હેઠળ વારસદારને ચેક અર્પણ કરી સાંત્વના પાઠવતાં કલેકટર કે. સી. સંપટ : સુપ્રિન્ટેન્ડેન્ટ અને બેંક મેનેજરને કલેકટરનાં હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગર પોસ્ટ વિભાગ અન્વયે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક દ્વારા “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” હેઠળ લોકોને રૂા.બે લાખ સુધીનું વીમા કવચ મળી રહ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મયુરભાઈ દોમડાએ રૂ. ૪૩૫ વાર્ષિક પ્રીમીયમ ભરીને વીમા કવચ મેળવ્યું હતું. વીમો લેનારનું તા.૨ ડીસેમ્બર, ૨૦૨૪નાં રોજ અવસાન થતા તેમના વારસદાર માતા રાધાબેન દોમડાને કલેકટર કે.સી. સંપટની ઉપસ્થિતિમાં રૂા.બે લાખ વીમા રકમનો ચેક આપી સાંત્વના પાઠવામાં આવી હતી. તેમજ તેઓના બાળકોનાં ઉજ્જ્‌વળ ભવિષ્ય માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ તકે ઉપસ્થિત કલેકટર કે.સી. સંપટે સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટ વિભાગ દ્વારા થયેલી કામગીરી વિશે જાણકારી મેળવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં, સુરેન્દ્રનગર જિલ્લો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક દ્વારા ચાઈલ્ડ એનરોલમેન્ટ લાઈટ ક્લાયન્ટ – ઝ્રઈન્ઝ્ર હેઠળ ૬૪,૭૬૧ બાળકોની ઘર આધારિત આધાર નોંધણી કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યો છે. જે બદલ કલેકટરએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સુપ્રિન્ટેન્ડેન્ટ એસ. આર. મિસ્ત્રી અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકનાં મેનેજર જીતેન ટંડનને કલેકટરનાં હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકે ‘તમારી બેંક, તમારા ઘરે’ ને પ્રોત્સાહન આપીને ઘણા નવા કિર્તીમાન સ્થાપી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઈન્ડિયાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા પોસ્ટ વિભાગની રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે. પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક દ્વારા મોબાઈલ બેંક તરીકે કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક પોસ્ટમેન દ્વારા ૦૫ વર્ષ સુધીના બાળકોની આધાર નોંધણી અને ઝ્રઈન્ઝ્ર સેવા દ્વારા મોબાઇલ અપડેટ જેવી સુવિધાઓ નાગરિકોને ઘર આંગણે મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અન્વયે એક વર્ષનું વીમા કવચ મળે છે, જે દર વર્ષે રિન્યૂ કરી શકાય છે. ૧૮ – ૫૦ વર્ષની વય જૂથની કોઇપણ વ્યક્તિ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતી હોય તો તેઓ આ યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે. વીમા ધારકનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવે છે.

error: Content is protected !!