કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને ૧૩.૮૫ કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯ મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ જણાવ્યું હતું કે, દેશ તથા રાજ્યના અન્નદાતાઓને આર્થિક રીતે પગભર કરી આર્ત્મનિભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જાે ખેડૂતો પ્રગતિશીલ હશે તો રાજ્ય તથા દેશનો સર્વાંગી વિકાસ થશે. રાજ્ય સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે સમગ્ર માહિતી ખેડૂતોને ઘર બેઠા જ મળી રહી છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક વધારવા તેમજ કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ પરિશ્રમનું આર્થિક રીતે ફળ મળે તે માટે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. વાર્ષિક રૂ. છ હજારની રકમ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખરીદીમાં ઉપયોગી નીવડી રહી છે. જાે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ ૮૧,૧૨૪ જેટલા ખેડૂતોને કુલ ૧૮ હપ્તામાં રૂ. ૨૪૮.૨૮ કરોડ જેટલી રકમની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવણી કરેલ છે. અહીંયા ઉપસ્થિત સૌ ખેડૂતોને મારો અનુરોધ છે કે, સરકારની વિવિધ યોજના લાભ મેળવો તેમજ અન્યોને પણ પ્રેરિત કરશો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિની મુહિમ ઉપાડી છે. જાે આજની ભાગદોડ ભર્યા જીવનમાં સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહેવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવી અનિવાર્ય છે. આ આયોજનમાં સામાજિક અગ્રણી પી.એસ. જાડેજાએ જણાવ્યું કહ્યું હતું કે, આપણો દેશએ ખેતીપ્રધાન દેશ છે. કૃષિ એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખેડૂત હિત લક્ષી યોજનાઓ અમલમાં છે. આ કાર્યક્રમમાં ખેડુતોને કૃષિ સંલગ્ન વિષયોની અધતન માહિતી મળી રહે તે માટે કૃષિ, આત્મા, બાગાયત, પશુપાલન અને અન્ય સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ તકે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માનપત્ર તથા સહાય ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧,૧૨૪ ખેડૂત કુટુંબોને, એકંદરે ૧૮ હપ્તામાં રૂા. ૨૪૮.૨૮ કરોડની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં સીધી ચૂકવવામાં આવી છે. તેમજ ગઈકાલે સોમવારે જિલ્લાના ૬૯,૨૬૯ થી વધુ ખેડુતોને રૂા. ૧૩.૮૫ કરોડથી વધુની રકમ ૧૯માં હપ્તા દરમ્યાન સીધી બેક ખાતામાં જમા કરવામાં આવી હતી.