મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના સંગીતના વિદ્યાર્થી કલા સાધક માધવ મુકુંદભાઈ તન્નાએ તારીખ ૧૭-૩-૨૫ને સોમવારના રોજ રાજ્ય કક્ષા કલા મહાકુંભ ગાંધીનગર ખાતે હળવા હરમોનિયમની સ્પર્ધામાં ખુબ સુંદર પ્રસ્તુતિ કરી હતી. જેનું પરિણામ આવતા રાજ્ય કક્ષાએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી માંગરોળ તેમજ કલાગુરૂ સુનિલભાઈ કાચા તેમજ પિતા મુકુંદભાઈ તન્ના અને પરિવારનું નામ રોશન કરવા બદલ સંગીત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો તેવા આશીર્વાદ અને માં સરસ્વતીને પ્રાર્થનાના ભાવ સાથે લોકો અભિનંદન આપી રહ્યા છે.