માંગરોળ લીમડાચોક ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા, ચણદાણીનું વિતરણ કરવામાં આવેલ હતું. પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ હતું. માંગરોળ ખાતે પર્યાવરણ ક્ષેત્ર મા સતત કાર્યરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લીમડાચોક ખાતે લગભગ ૩૦૦૦ હજાર જેટલા ચકલી ઘર, પાણર્ના કુંડા, ચણદાણીનું વિતરણ કરેલ જેમાં પુઠાના તેમજ માટીના માળા કુંડાનું પણ વિતરણ કરેલ હતું. આ કાર્યક્રમ દરમ્યાન ગદ્રે મરીન ચોરવાડથી વિજયભાઈ પંચોલી, ચંદ્રેશભાઈ રાઠોડ તેમજ પ્રવિણભાઈ રાઠોડ, પી.આઈ. દેસાઈ, જે.જે.સી ફુડના નારણભાઈ ખેતલપાર, માંગરોલ નોકરિયાત સહકારી મંડળીના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા, નાથાભાઈ નંદાણિયા, વકીલ કાનાભાઈ ચાવડા તેમજ નારી શક્તિ મંડળના કાર્યકર બહેનો અને પત્રકાર મિત્રો સહિત અન્ય આગેવાનોએ ખાસ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઇ ગૌસ્વામી તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.