ખીરસરા ગામે જુગારના અખાડા ઉપર પોલીસ ત્રાટકી : રૂા.સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

0

કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ દ્વારા રાવલ આઉટ પોસ્ટ વિસ્તારમાં મંગળવારે રાત્રે દારૂ-જુગાર અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન ઈન્ચાર્જ પી.આઈ. અખેડને મળેલી બાતમીના આધારે ખીરસરા ગામના વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે આવડા રામા ખૂંટી, સામત નાથા મોઢવાડિયા, રામદે દેવશી ઓડેદરા, અરજણ રામા ખૂંટી, રાજુ ખીમા કુછડીયા, કેશુ ધીમા ઓડેદરા અને રૂડીબેન કેશુભાઈ મોઢવાડિયા નામના સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂા.૧૮,૦૦૦ રોકડા, રૂા.૧૮,૨૦૦ ની કિંમતના ૫ નંગ મોબાઈલ ફોન તેમજ રૂા.૪૫,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂા.૧,૨૪,૨૦૦ કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!