ધી જૂનાગઢ કોમર્શિયલ કો. ઓપરેટિવ બેંકના પથ દર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં આગામી ૨.૫ વર્ષ માટે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે સાગરભાઈ કોટેચા, મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગોલ્ડ મેડલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષભાઈ માંકડ અને વાઇસ ચેરમેન તરીકે સુજલભાઈ દોશી બિનહરીફ ચૂંટાઈ આવતા સર્વે લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને ડોલરભાઈએ આ વર્ષે બેંકે કરેલ ૬.૩૦ કરોડના ગ્રોસ નફા અને ૪.૫૧ કરોડના નેટ નફા માટે અને અન્ય બધા ક્ષેત્રમાં કરેલ ઉતમ પ્રગતિ માટે સર્વે સંચાલક મંડળ, સી.ઇ.ઓ. રાજેશભાઈ મારડિયા અને કર્મચારીઓને અભિનંદન પાઠવેલ તેમજ જણાવેલ કે બેંક તેના સભાસદો, ગ્રાહકોને નિરંતર સારામાં સારી સુવિધાઓ પૂરી પાડતી રહેશે અને આવી જ ઉતમ પ્રગતિ કરતી રહેશે. વધુમાં ડોલરભાઈએ જણાવેલ કે બેંકના સંચાલક મંડળ દ્વારા આ વર્ષે સભાસદોને ભેટ આપવાનો ઠરાવ કરેલ છે તે બદલ બેંકના સંચાલક મંડળને અભિનંદન પાઠવું છું.