ટ્રમ્પે ઝીંકેલી ટેરિફ મામલે આજે અમેરીકાની સુપ્રિમ કોર્ટ નિર્ણય જાહેર કરશે

ટ્રમ્પે કહ્યું : ‘જાે તેઓ હારશે તો અમેરીકા બરબાદ થઈ જશે’

ટ્રમ્પે ઝીંકેલી ટેરિફ મામલે આજે અમેરીકાની સુપ્રિમ કોર્ટ નિર્ણય જાહેર કરશે

(એજન્સી)   વોશિંગ્ટન તા.૧૫
અમેરિકી સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ લગાવવાના અધિકાર પર આજે ફરી સુનાવણી કરશે, જેના પછી ર્નિણય આવવાની અપેક્ષા છે. સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાનો ર્નિણય ટાળી દીધો હતો. આ પહેલા ૯ જાન્યુઆરીએ ર્નિણય આવવાની અપેક્ષા હતી, પરંતુ તે દિવસે પણ કોઈ ર્નિણય થયો ન હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે તેમના દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કર્યો, તો અમેરિકા માટે સ્થિતિ સંપૂર્ણપણે બગડી શકે છે. તેનાથી દેશને ટેરિફથી આવેલા અબજો ડોલર પાછા આપવા પડી શકે છે. હકીકતમાં, એપ્રિલ ૨૦૨૫માં ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા વિશ્વના ઘણા દેશોમાંથી આવતા સામાન પર ભારે ટેરિફ એટલે કે આયાત શુલ્ક લગાવ્યા હતા. ટેરિફનો અર્થ એ થાય છે કે કોઈ દેશમાંથી આવતા સામાન પર વધુ ટેક્સ લગાવવામાં આવે, જેથી તે મોંઘો થઈ જાય અને સ્થાનિક કંપનીઓને ફાયદો મળે.