હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જાેખમી હોર્ડીંગ્સ બોર્ડ દૂર કરાવતી મહાનગરપાલિકા  જૂનાગઢ

હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જાેખમી હોર્ડીંગ્સ બોર્ડ દૂર કરાવતી મહાનગરપાલિકા  જૂનાગઢ

જૂનાગઢ તા. ૩૧
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને ધ્યાને લઈ સરકારશ્રીની સૂચના તથા જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં જાેખમી તેમજ વધુ ઊંચાઈ પર આવેલા હોર્ડીંગ્સ બોર્ડ સામે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૮ જાેખમી હોર્ડીંગ્સ બોર્ડ સ્ટ્રક્ચર સહિત ઉતારી લેવામાં આવ્યા છે. ઉપરાંત ૮ હોર્ડીંગ્સ બોર્ડની ફ્લેક્સ/પ્રિન્ટ દૂર કરવામાં આવી છે, જેથી ભારે પવન કે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલમિલકતને નુકસાન થવાની સંભાવના ન રહે તેમજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જાેખમી તેમજ વધુ ઊંચાઈ પર આવેલા અન્ય હોર્ડીંગ્સ બોર્ડને પણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.