અમેરીકાની કોર્ટનો ટ્રમ્પને ઝટકો : જાતિય હુમલાના કેસમાં પ૦ લાખ ડોલર ચુકવવા આદેશ
(એજન્સી) વોશિંગ્ટન તા.૦૯:
યુએસની એક કોર્ટે જાતીય હુમલાના કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે, તેમને લેખિકા ઇ. જીન કેરોલને ૫ાંચ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જ્યુરીએ ટ્રમ્પને લેખિકા પર જાતીય હુમલો અને બદનામ કરવાનો દોષી ઠેરવ્યા છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં, યુએસ સુપ્રીમ કોર્ટે મે ૨૦૨૩ ના ચુકાદાને પડકારતી ટ્રમ્પની અપીલ સાંભળવાનો ઇનકાર કર્યો હતો. આ ર્નિણયમાં, કોર્ટે તેમને જાતીય હુમલા માટે ૨ મિલિયન ડોલર અને માનહાનિ માટે ૩ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
૮૨ વર્ષીય ઇ. જીન કેરોલ ભૂતપૂર્વ પત્રકાર અને કટારલેખક છે. તેણીએ આરોપ લગાવ્યો હતો કે ૧૯૯૬ માં ન્યુ યોર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ડ્રેસિગ રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર હુમલો કર્યો હતો. ૨૦૨૯માં કેરોલના સંસ્મરણોમાં આ આરોપો સામે આવ્યા પછી, ટ્રમ્પે તેણીને પાગલ ગણાવી અને દાવો કર્યો કે તેના આરોપો બનાવટી છે.
કેરોલે પુસ્તક પ્રકાશિત કર્યા પછી, તેણીએ જાહેરમાં ટ્રમ્પ પર જાતીય હુમલો કરવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પ તે સમયે રાષ્ટ્રપતિ હતા. તેમણે માત્ર આરોપોને નકારી કાઢયા જ નહીં પરંતુ એમ પણ કહ્યું કે તેઓ કેરોલને ઓળખતા નથી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે કેરોલ પ્રચાર અને રાજકીય કારણોસર આ આરોપો લગાવી રહી હતી.


