આજે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી  ર૯૯ બેઠકો પર યોજાઈ રહેલું મતદાન

મતદાન પૂર્વે વધુ એક હિન્દુ યુવાનની હત્યા

આજે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી  ર૯૯ બેઠકો પર યોજાઈ રહેલું મતદાન

(એજન્સી)                ઢાકા તા.૧ર
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ વખતે ૫૧ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો જમાત-એ-ઇસ્લામી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (મ્દ્ગઁ) વચ્ચે માનવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં આજે ૨૯૯ સંસદીય બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જાેકે, મતદાન પૂર્વે વધુ એક હિન્દુની ઘાતકી હત્યા થઇ છે. બાંગ્લાદેશમાં આજે ચૂંટણી મતદાન શરુ થતાં પૂર્વે જ ૨૮ ર્વષિય યુવાનની હત્યાથી હિન્દુ સમુદાયમાં ભય અને ગભરાટ સર્જાયો છે. રતન સાહુકાર નામના યુવકનો મૃતદેહ હાથ-પગ બાંધેલી અને ઇજાગ્રસ્ત હાલતમાં ચાના બગીચામાંથી મળ્યો હતો. તેને પગલે મતદાન દરમ્યાન પણ લઘુમતી હિન્દુઓ પર વધુ હુમલા-હિંસા થવાની આશંકા છે.
બાંગ્લાદેશમાં આશરે ૧૨.૭ કરોડ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે લગભગ અડધા મતદારો ૧૮ થી ૩૭ વર્ષની વયના છે. આમાં આશરે ૪૫.૭ લાખ મતદારો પ્રથમ વખત વોટ આપશે.