ઈલોન મસ્ક વિશ્વની સૌથી અમીર વ્યક્તિ : કુલ સંપતિ ૭૭ લાખ કરોડને પાર : ભારતના ૪૦ ટોચના શ્રીમંતો કરતા પણ વધુ
(એજન્સી) નવી દિલ્હી તા.૦૫
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની કુલ સંપત્તિ ૮૫૦ બિલિયન ડોલર (લગભગ ૭૭ લાખ કરોડ રૂપિયા)નો આંકડાઓ પાર કરી ગઈ છે. એક દિવસમાં મસ્કની નેટવર્થમાં ૮૪ બિલિયન ડોલર (૭ લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે. ફોર્બ્સ (હ્લિર્હ્વીજ) અનુસાર, મસ્ક હવે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મસ્કની સંપત્તિમાં આ વધારો તેમની રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ (જીॅટ્ઠષ્ઠીઠ) અને આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ ટછૈંના મર્જરને કારણે થયો છે. માત્ર ૪ મહિનામાં મસ્કની નેટવર્થ ૭૦% વધી ગઈ છે. ઓક્ટોબર ૨૦૨૫માં તે ૫૦૦ બિલિયન ડોલર પર પહોંચી હતી. હવે તેમની નેટવર્થ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળની ય્ડ્ઢઁ કરતાં વધુ છે. આ ભારતની ટોચની ૪૦ સૌથી અમીર વ્યક્તિઓની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે.


