ટ્રમ્પે કહ્યું : મોદી મારા સારા મિત્ર-આગામી વર્ષે કદાચ હું ભારતની મુલાકાતે આવીશ

ટ્રમ્પે કહ્યું : મોદી મારા સારા મિત્ર-આગામી વર્ષે કદાચ હું ભારતની મુલાકાતે આવીશ

(એજન્સી)        વોશિંગ્ટન તા.૦૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી વર્ષે ભારતની મુલાકાત લઈ 
શકે છે, ટ્રમ્પે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીત ખૂબ સારી રીતે ચાલી રહી છે અને બંને દેશો વચ્ચે વેપાર કરાર પર ચર્ચાઓ આગળ વધી રહી છે.
વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાત 
કરતા ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર અને સારા વ્યક્તિ ગણાવ્યા.
અમે વાતચીત ચાલુ રાખીએ છીએ. તેમણે રશિયા પાસેથી તેલ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પીએમ મોદીએ મને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, અને હું ત્યાં જવાનું વિચારી રહ્યો છું.
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે, ત્યારે ટ્રમ્પે હસીને કહ્યું, "હા, કદાચ."
દરમિયાન, ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ટેરિફની ધમકી આપીને ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હતું. તેમણે કહ્યું, આઠ યુદ્ધોમાંથી, મેં ટેરિફની મદદથી પાંચ કે છ યુદ્ધોનો અંત કર્યો. ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર હતા, બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો છે. આઠ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. મેં કહ્યું, ‘જો તમે લડશો, તો હું તમારા બંને પર ટેરિફ લાદીશ. અને મામલો ૨૪ કલાકમાં ઉકેલાઈ ગયો.