ઉનાના ચાચકવડ ગામે તપોવન આશ્રમ અને ભાચા ગામે વણઝાર સર્માના કુબે સંત પૂ. મોરારીબાપુએ શુભેચ્છા મુલાકાત લીધી
(પ્રતિનિધી દ્વારા)
ઉના તા.6
ઉના તાલુકાના ચાચકવડ ગામની સીમમાં પવિત્ર મછુન્દ્રી નદીના કાંઠે આવેલ પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલ છે અને બ્રહ્મલીન મૌની ભિક્ષુ સત્યાનંદ સરસ્વતી બાપુ એ સુંદર તપોવન આશ્રમ બનાવેલ છે. તે આશ્રમ અને મંદિર્ની મુલાકાતએ સુપ્રસિધ્ધ કથા કાર પૂજ્ય મોરારી બાપુ અને તેમના સેવકો નાઘેર પંથકમાં આવેલ હોય તપોવન આશ્રમની મુલાકાત લીધી હતી. તેમનું સ્વાગત આશ્રમના પૂજારી અને મેનેજિંગ ટ્રસ્ટી નટુભાઈ દેવમુરારી અને સેવકો એ કરેલ હતું. આશ્રમ માં બેસી મૌની ભિક્ષુ સત્યાનંદ સરસ્વતી બાપુ સાથે વિતાવેલ સમય યાદ કરેલ. તેમજ ઉના તાલુકાના ભાચા ગામની સીમમાં શાહી નદીના કાંઠે આવેલ ખોડિયાર ધારમાં આવેલ સ્વ. ધીરૂભાઈ વાલકુ ભાઈ ગોહિલની જગ્યાએ વણઝાર સમાજ એ મુકામ કરેલ હોય પૂ મોરારીબાપુ અને તેમના સેવકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે જોઈ જતા તેમના કુબા પાસે મોટર ઉભી રાખવી ભર બપોરે ધોમ ધખતા તાપ વચ્ચે ખુલ્લા માં બાવળની ઝાડી નીચે ખુરસી રાખી બેઠીને મુલાકાત લીધી હતી. વણઝાર સમાજ ની બહેનો એ બનાવેલ ભોજન પૂજ્ય મોરારી બાપુ એ જમ્યા હતા અને તેમને મન નાનામાં નાનો વ્યક્તિ પણ ખાસ છે.


