ઉના તાલુકાના ગરાળ ગામેથી 7 જુગારી ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.27
ઉના તાલુકાના ગરાળ ગામે વેલણ ગામની સીમમાં જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતો હોવાનો બાતમી ઉનાના પોલીસ કર્મચારી સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયાને મળી હતી તેથી એ.એસ.આઇ. જોરૂભા નારણભા, હરેશભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા અને સ્ટાફ સાથે રેડ કરતા ગોળ કુંડાળું વળી જુગાર રમતા ઇન્દ્રજીસિંહ જસ્મતસિંહ રાઠોડ, કનકસિંહ ભીખુભા રાઠોડ, મનહરસિંહ જીવુભા રાઠોડ, ભરતસિંહ રમજુભા રાઠોડ, કમલેશ કલ્યાણદાસ કુબાવત, અજીતસિંહ બચુભા રાઠોડ રે. ગરાળ તા. ઉના અને લઘુભા ગગજીભાઇ વાજા રે. સુલતાન પુર તા. ઉના કુલ સાત જુગારીઓને જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયા 46220 સાથે પકડી ઉના પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


