કર્ણાટકમાં કલાઈમેકસ : સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યું : શિવકુમાર નવા મુખ્યમંત્રી બનશે
બેંગ્લુરૂ તા. 28
કર્ણાટકના રાજકારણમાં ચાલી રહેલી ભારે ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. સીએમ આવાસ કાવેરી ખાતે યોજાયેલી કેબિનેટ મંત્રીઓની હાઈ-વોલ્ટેજ બ્રેકફાસ્ટ મીટિંગમાં સિદ્ધારામૈયાએ ખૂબ જ ભાવુક માહોલ વચ્ચે આ મોટો ર્નિણય જાહેર કર્યો હતો. આ બેઠક નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી.
ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એકતાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમ્યાન શિવકુમારે સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા.


