હોર્મુઝ મામલે ટ્રમ્પે ઓમાનને પણ ધમકી આપી
વોશીંગ્ટન તા. 28
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન પછી હવે ઓમાનને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે અને અહીં કોઈ એક દેશનો કબ્જાે ન હોઈ શકે. દુનિયાના તમામ જહાજાેને અહીંથી પસાર થવાની આઝાદી હશે.
ટ્રમ્પે કહ્યું કે અમે તેના પર નજર રાખીશું, પરંતુ તેને કોઈ નિયંત્રિત નહીં કરે. ઈરાન તેને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ આવું નહીં થાય. આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર છે. ઓમાનને પણ બાકીના દેશોની જેમ વર્તવું પડશે, નહીં તો તેને ઉડાવી દઈશું. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનને લાગ્યું હતું કે તેઓ વાતચીતમાંથી પીછેહઠ કરશે, પરંતુ હવે તેહરાન પાસે સમજૂતી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
વ્હાઇટ હાઉસમાં કેબિનેટ બેઠક દરમ્યાન ટ્રમ્પે કહ્યું, ‘ઈરાનને લાગ્યું હતું કે તેઓ મને રાહ જાેવડાવીને થકવી દેશે. તેમને લાગ્યું કે મારી સામે મિડટર્મ ચૂંટણીઓ છે, પરંતુ મને તેની પરવા નથી. ઈરાન હવે ફક્ત સમજૂતી કરવા માંગે છે.’


