ગુજરાતમાં સાયબર ઠગો બેફામ : દરરોજ રૂા.3.53 કરોડની ઓનલાઈન છેતરપીંડી

ગુજરાતમાં સાયબર ઠગો બેફામ : દરરોજ રૂા.3.53 કરોડની ઓનલાઈન છેતરપીંડી

(બ્યુરો)    ગાંધીનગર,તા.10:
આજના ટેક્રોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે છતાં છેલ્લા 9 મહિનામાં સાયબર છેતરપિંડીને કારણે ગુજરાતને દરરોજ રૂ. 3.53 કરોડનું નુકસાન થયું છે.કુલ 954 કરોડ રૂપિયા ઉચાપત થઈ છે . પોલીસે 334 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે અને પીડિતોને 94 કરોડ રૂપિયા પરત કર્યા છે. જયારે કાર્યવાહીમાં 638 લોકોની ધરપકડ થઈ છે છેલ્લા 9 મહિનામાં ઓનલાઈન છેતરપિડી કરનારાઓએ ગુજરાતીઓ પાસેથી 954 કરોડ રૂપિયા ઉચાપત કર્યા છે. ગુજરાત પોલીસના આંકડા મુજબ, દરરોજ 3.53 કરોડ રૂપિયાની ચોરી થાય છે. આ નુકસાનનો જવાબ મળ્યો નથી. સાયબર ક્રાઈમ સિન્ડિકેટના નાણાકીય કરોડરજ્જુ એવા મ્યુલ બેંક ખાતાઓને નિશાન બનાવ્યા પછી ગુજરાત પોલીસે 334 કરોડ રૂપિયા ફ્રિઝ કર્યા છે. પીડિતોને 94 કરોડ રૂપિયા પરત કર્યા છે.