ગુજરાતમાં ૧૧૦૦૦ વિદ્યાસહાયકોની મેગા ભરતી જાહેર
ગાંધીનગર તા.૦૧
રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧થી ૫ના ગુજરાતી માધ્યમ માટે ૧૧,૦૦૦ વિદ્યાસહાયકો (વર્ગ-૩)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૬ મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૧૨:૦૦ વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.


