જૂનાગઢનાં ઝાંઝરડા રોડ તથા ચોકડી વિસ્તારમાં ટ્રાફીકની ગંભીર સમસ્યા : ૧પ હોસ્પીટલને નોટીસ
રસ્તા ઉપર આડેધડ વાહન પાર્કીંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
જૂનાગઢ તા. ર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ વિસ્તારમાં અંદાજે ૧૫ નાની-મોટી હોસ્પિટલ દ્વારા ર્પાકિંગના બેઝમેન્ટ બંધ રાખવામાં આવતા હોવાથી મુખ્ય માર્ગો પર વાહનોનું ગેરકાયદે ર્પાકિંગ થાય છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યું છે.
આ ગંભીર બેદરકારી સામે તંત્રએ આકરૂ વલણ અપનાવીને તમામ હોસ્પિટલોને બેઝમેન્ટ ર્પાકિંગ તાત્કાલિક ખુલ્લા કરવા નોટિસો ફટકારી દીધી છે અને આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ લેખિતમાં પત્ર મોકલીને જાણ કરી દેવામાં આવી છે.
દરમ્યાન ટ્રાફિક શાખાના ઁજીૈં સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નોટિસ મળ્યા બાદ પણ જે હોસ્પિટલ પોતાના બેઝમેન્ટ ર્પાકિંગ ખુલ્લા નહીં કરે, તેમની સામે મહાનગરપાલિકાને સાથે રાખીને હોસ્પિટલને સીલ મારવા સુધીની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જે હોસ્પિટલો પાસે બેઝમેન્ટની સુવિધા નથી, તેમણે અલગથી ર્પાકિંગ પ્લોટની વ્યવસ્થા કરી દર્દીઓ અને મુલાકાતીઓના વાહનો ત્યાં જ પાર્ક કરાવવાના રહેશે. બેઝમેન્ટ કે અલગ ર્પાકિંગ પ્લોટ વગર ચાલતી હોસ્પિટલને રસ્તા પર વાહનો પાર્ક કરવાની બિલકુલ પરવાનગી આપવામાં આવશે નહીં અને આવી હોસ્પિટલો, સંકળાયેલા મેડિકલ સ્ટોર્સ કે ગેરકાયદે પાર્ક થતા વાહનો સામે આકરાં પગલાં ભરવામાં આવશે.
અકસ્માતો રોકવા અને વાહન વ્યવહાર સુચારૂ બનાવવા માટે તંત્ર દ્વારા ઝાંઝરડા ચોકડી, મધુરમ સહિત જિલ્લાના અન્ય તમામ અકસ્માત સંભવિત બ્લેક સ્પોટ્સની સંયુક્ત તપાસ કરવામાં આવી છે. ઝાંઝરડા ચોકડી અને નવા બાયપાસ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે સુદ્રઢ બને તે માટે પોલીસ વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા અને આર.ટી.ઓ. સહિત તમામ સંબંધિત વિભાગોની ટીમોએ સંકલન સાધીને યુદ્ધના ધોરણે કડક અમલીકરણ સાથે કામગીરી શરૂ કરી દીધી છે.


