જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ચૈત્રી માસમાં પ્રકૃતિ પ્રત્યેની અનોખી સેવા :૧૧૦૦ નાળિયેરનું કીડીયારૂ પૂરાયું

કીડિયારૂ પુરવુ આપણા ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ અને પુણ્ય કાર્ય માનવામાં આવે છે : જગદીશભાઈ દતાણી

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ચૈત્રી માસમાં પ્રકૃતિ પ્રત્યેની અનોખી સેવા :૧૧૦૦ નાળિયેરનું કીડીયારૂ પૂરાયું

જૂનાગઢ, તા. ૨૩
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, પવિત્ર ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ વ્યક્ત કરતી અનોખી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલ કાશ્મીરી બાપુના માર્ગ તરફ જતા આમકુના જંગલ વિસ્તારમાં ૧૧૦૦ નાળિયેર દ્વારા કીડીયારૂ પૂરવાની અલૌકિક સેવા કરવામાં આવી હતી. આ કીડીયારું નાળિયેર માં તેલ, બાજરી નો લોટ, ભાખરી નો લોટ, સફેદ તલ, દળેલી ખાંડ તેમજ અન્ય પોષક તત્ત્વોનું સંમિશ્રણ કરી વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા હતું. જેથી નાનામાં નાનાં જીવ, કીડીમાત્રને પણ આહારમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય. ત્યારબાદ આ તૈયાર નાળિયેરો જુદા જુદા જંગલ વિસ્તારોમાં વિતરણ કરીને કીડીયારું પૂરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવનાથ ખાતે આવેલ "શિવ નિકેતન" આશ્રમના દલપતગીરી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં “કીડીને કણ અને હાથીને મણ” જેવી ઉક્તિ માત્ર કહેવત નથી, પરંતુ સર્વજીવ પ્રત્યેની સમભાવના અને દયાભાવનું જીવંત પ્રતિબિંબ છે.

જે ગિરનારી ગ્રુપે આ વિચારધારાને આત્મસાત કરીને પ્રકૃતિ સાથેનો અધ્યાત્મિક સંબંધ વધુ મજબૂત બનાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. ચૈત્રી નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં કરવામાં આવેલ આ સેવા માત્ર ધાર્મિક નહિ, પરંતુ પર્યાવરણ અને જીવદયા પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થઈ છે. આ સમગ્ર સેવાકીય આયોજન છેલ્લા ત્રણ દિવસથી સતત કાર્યરત રહીને પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં ગિરનારી ગ્રુપના સેવાભાવી સભ્યો દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, યોગાનંદીબાપુ, દેવાંગભાઈ પંડ્યા, ચિરાગભાઈ કોરડે, સુભાષભાઈ વાડલીયા, નિલેશભાઈ સરવૈયા, હરીભાઇ કારીયા, બીપીનભાઈ ઠકરાર, નેહલભાઈ પોપટ, ચંદ્રેશભાઇ દોશી, દિલીપભાઈ દેવાણી, પ્રો. અજયભાઈ ટીટા, કિરીટભાઈ તન્ના, રામદેવભાઈ ખેર, વિપુલભાઈ બુધ્ધદેવ, સુધીરભાઈ અઢિયા, ઉષાબેન તન્ના, ભાવિનભાઈ મારુ, અરજણભાઈ દીવરાણીયા દાતાર એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સંદીપભાઈ ધોરડા, લલીતભાઈ ગેરીયા, પરમ બુહેચા, પિયુષભાઈ કાછડીયા,  સુરેશભાઈ વાઢીયા, શુભભાઈ વાઢીયા, સુધીરભાઈ રાજા, નગાજણભાઈ ગરેજા, રૂપારેલિયાભાઈ સહિત અનેક કાર્યકર્તાઓએ તન, મન અને ધનથી સહભાગી બની આ કાર્યને સફળ બનાવ્યું હતું. તેમ યાદીના અંતે જણાવેલ હતું.