મકાન માલીક ખોટી રીતે ભાડુઆતને ખાલી કરાવી શકે નહીં પોરબંદર સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો

રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ ભાડુઆતોના હક્કોને મજબૂતી, ખોટી રીતે કબજાે મેળવવાનો પ્રયાસ નિષ્ફળ

મકાન માલીક ખોટી રીતે ભાડુઆતને ખાલી કરાવી શકે નહીં પોરબંદર સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો

ગોસા(ઘેડ) તા.૨૩
પોરબંદરના એસ.વી.પી. રોડ ઉપર કાસમભાઈ યુસુફભાઈ હામદાણીની મિલ્કતમાં આવેલી દુકાનોને લગતા મહત્વના કેસમાં પોરબંદર કોર્ટ દ્વારા ભાડુઆતોના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો છે.
પોરબંદરના એસ. વી. પી. રોડ ઉપર આવેલી કાસમભાઈ યુસુફભાઈ હામદાણીની મીલ્કતમાં રોડ ઉપર આવેલી દુકાનો અલગ અલગ વ્યકિતઓને ભાડે આપેલી હોય અને વર્ષોથી ભાડુઆતો દુકાનનો ઉપયોગ કરતા હોય અને નિયમીત ભાડુ ચુકવતા હોય આમ છતાં કાસમભાઈ દ્રારા પોરબંદરની કોર્ટમાં અલગ અલગ ૫(પાંચ) ભાડુઆતો સામે દાવાઓ કરી ભાડુ ચુકવતા નથી. તથા પોતાને અંગત ઉપયોગ માટે મીલ્કતની જરૂરીયાત હોવાનુ જણાવી દુકાનોના ખાલી કબજા મળવા માટે દાવાઓ કરેલા હતાં. તે દાવાઓ પોરબંદરના એડીશ્નલ સીનીયર સીવીલ જજ દ્રિવેદી ની કોર્ટમાં ચાલ્વા ઉપર આવતા અને તેમાં પ્રતિવાદી તરફે રોકાયેલા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા વાદીની ઉલટ તપાસ ક૨તા અને તેમાં વાદીએ સ્પષ્ટ રીતે કબુલ રાખેલુ હોય કે, ચડત ભાડાની નોટીસ મળ્યા પછી ભાડુઆતે ભાડાની રકમ ચુકવવા માટે ચેક મોકલાવેલા હતાં. અને તે ચેક વાદીએ પરત મોકલી આપેલા હતાં. અને તે રીતે રેન્ટ કંટ્રોલ એકટની જાેગવાઈ મુજબ મકાન માલીક ભાડુ વસુલ કરવા માટે ડીમાન્ડ નોટીસ મોકલે ત્યારે તે નોટીસમાં જણાવેલ ભાડુ જાે ભાડુઆત મોકલી આપે તો મકાન માલીક તે કારણે મીલ્કત ખાલી કરાવી શકે નહીં. તેમજ મકાન માલીક દ્વારા પોતાની થયેલી ઉલટ તપાસમાં કબુલ રાખેલુ હતું. કે, આ મીલ્કત ખૂબ જ મોટી મીલ્કત છે. અને બીજી મીલ્કતો પણ આવેલી છે. અને તે રીતે અંગત ઉપયોગનો પણ પ્રશ્ન રહેતો ન હોય અને તે રીતે ભાડુઆત દ્વારા રેન્ટ કંટ્રોલ એકટની કોઈ જાેગવાઈઓનો ભંગ કરેલ ન હોય આમ છતાં મકાન માલીક દ્રારા ખોટી રીતે કોર્ટમાં દાવાઓ કરીને ખાલી કબજાે મેળવવા પ્રયત્ન કરેલો હોય પરંતુ આ સંબંધે ભાડુતોના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા અલગ અલગ ઓથોરીટીઓ ૨જુ કરી મકાન માલીક કોઈ પણ રીતે ખાલી કબજાે મેળવવા હકકદાર ન હોવાનુ પ્રસ્થાપીત કરતા અને નામદાર કોર્ટ દ્રારા પણ રેન્ટ કંટ્રોલ એકટની જાેગવાઈઓ તથા હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટની ઓથોરીટીઓ તથા રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈને મકાન માલીકના તમામ દાવાઓ કાઢી નાખેલ છે. અને તે રીતે મકાન માલીક ખોટી રીતે ભાડુઆત પાસેથી કબજાે લઈ શકે નહીં. તેવુ આ ચુકાદાથી સ્પષ્ટ થયેલ છે. અને ભાડુઆતો માટે આ ચુકાદો લાભદાયી ચુકાદો છે. આ કામમા પ્રતિવાદીઓ વતી પોરબંદરના એડવોકેટ  દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.