જૂનાગઢમાંથી રપર બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.1,53,600નો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢમાંથી રપર બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.1,53,600નો મુદ્દામાલ જપ્ત

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.11
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા, જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ઘાંઘલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહિબીશન તથા જુગાર જેવી ગે.કા. પ્રવ્રુતી નેસ્તનાબૂદ કરવા તેમજ આવી પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર ઘોસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવ્રુતીને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જે અનુસંધાની સી ડીવીજન પોલીસ સ્ટેશનના પીઆઈની સુચના થી પીએસઆઈ એચ.બી.ચૌહાણ, સર્વલન્સ સ્ટાફ પેટ્રોલીંગ મા હતા દરમ્યાન બાતમી મળેલ કે,લીરબાઇપરા વિસ્તારમા રહેતો હરેશ ઉર્ફે હરીયો આવળાભાઇ ગરચર જય સિધ્ધ હનુમાન મંદિરની દિવાલ પાસે પાણીની ડંકીની બાજુમા પોતાના કબ્જાની એકસેસ મો.સા.માં ઇગ્લીશ દારૂ સગેવગે કરવાની ફિરાક મા છે.તેવી હકિકત આધારે રેઇડ કરતા હકીકત વાળી જગ્યાએથી એક્સેસ મો.સા. રજી નં-ય્ત્ન-૧૧-ઝ્રઁ-૯૯૬૧ તથા મો.સા.મા પ્લા.ના ઝભલા નંગ-3માં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૫ર કિ.રૂા.93000/- તથા મોબાઇલ નંગ-1 કિ.રૂા. 10000 સહિત મળી કુલ 1,53,600નો મળી આવેલ જે મુદામાલ કબ્જે કરી હાજર નહી મળેલ આરોપી હરેશ ઉર્ફે હરીયો આવળાભાઈ ગરચર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.