જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે ૩ માસ પહેલા થયેલ ગૌવંશની કતલમાં સંડોવાયેલ ત્રણેય આરોપી પાસા હેઠળ જેલ હવાલે

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે ૩ માસ પહેલા થયેલ ગૌવંશની કતલમાં સંડોવાયેલ ત્રણેય આરોપી પાસા હેઠળ જેલ હવાલે

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ડુંગરપુર ગામે ત્રણ માસ પહેલા ગૌવંશની કતલ કરવાનો એક બનાવ બનવા પામ્યો હતો. જે અંગે જે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. 
દરમ્યાન ગૌવંશની કતલનાં બનાવમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઈ એફ.બી. ગગનીયા તથા એલસીબી પીઆઈ કૃણાલ પટેલ તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જીલ્લા પોલીસ વડા દ્વારા આ દરખાસ્તને જીલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટરશ્રી જૂનાગઢને મોકલવામાં આવતાં આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પાસા વોરન્ટ જારી કરવામાં આવતા તેના અમલીકરણ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગત  ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ કૃણાલ પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.કે. પટેલ તથા સ્ટાફ વોચમાં હતાં આ દરમ્યાન પાસા વોરન્ટનાં આરોપીઓ અંગે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સનાં માધ્યમથી તપાસ કરવામાં આવતાં સલાઉદીન સમીરભાઈ મકરાણીને દાતાર રોડ નજીકથી, જયારે મકસુદ મહમદભાઈ મકરાણીને વિસાવદર તાલુકાનાં દુધાળા ગામેથી અને ત્રીજા આરોપી મહેમુદ રજાકભાઈ મકરાણીને ડુંગરપુર ખાતેથી ઝડપી લેવામાં આવેલ છે. 
આ ત્રણેય આરોપીઓને પાસા અંતર્ગત સેન્ટ્રલ જેલ લાજપોર સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.