ટ્રમ્પના ઈરાન છોડવાના નિવેદનથી શેરબજારમાં તેજીનું વાવાઝોડુ : સેન્સેકસમાં ૧૭૦૦ પોઈન્ટનો જાેરદાર ઉછાળો

ટ્રમ્પના ઈરાન છોડવાના નિવેદનથી શેરબજારમાં તેજીનું વાવાઝોડુ : સેન્સેકસમાં ૧૭૦૦ પોઈન્ટનો જાેરદાર ઉછાળો

મુંબઈ તા.૧:
મુંબઈ શેરબજારમાં આજે તીવ્ર તેજી જોવા મળી રહી છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુદ્ધ બે થી ત્રણ અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. શરૂઆતના ટ્રેડિગમાં, મ્જીઈ સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 50 ઇન્ડેક્સ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 73951 અને નિફટી 22928 ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આ પહેલા, શેરબજારમાં પાછલા બે સત્રોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આજે આઇટી - મેટલના શેર્સ ઉછળ્યા છે.
સેન્સેક્સમાં તમામ 30 કંપનીઓમાં વધારો થયો છે. ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટના શેર 6% વધ્યા, જ્યારે ડીમાર્ટના શેરમાં 5% નો ઉછાળો આવ્યો. બજાજ ફાઇનાન્સ, બીઇએલ, લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ફોસિસ, ઇન્ડિગો, એસબીઆઇ, અદાણી પોટ્ર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ નોંધપાત્ર વધારો થયો. વ્યાપક બજારોમાં, નિફટી મિડકેપમાં 2.88% અને નિફટી સ્મોલકેપમાં 3.14%નો વધારો થયો.