ઈરાને કહ્યું, અમેરીકા પરનો વિશ્વાસ સંપૂર્ણ ખતમ : તેની વાત પર ભરોસો નથી

ઈરાને કહ્યું, અમેરીકા પરનો વિશ્વાસ સંપૂર્ણ ખતમ : તેની વાત પર ભરોસો નથી

તહેરાન તા.૧
ઈરાને કહ્યું છે કે અમેરિકા પર તેમનો ભરોસો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ઈરાનનાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકા સાથેના પાછલા અનુભવો સારા રહ્યા નથી અને તેના પર હવે ભરોસો કરી શકાતો નથી.
તેમણે ૨૦૧૫ના પરમાણુ કરારનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકા પહેલા પણ ડીલમાંથી પાછળ હટી ચૂક્યું છે, તેથી હવે કોઈ નવી વાતચીત પર ભરોસો નથી. અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા સાથે સહયોગી દેશો દ્વારા સંદેશાઓની આપ-લે ચોક્કસ થઈ રહી છે, પરંતુ તેને વાતચીત કહી શકાય નહીં.