ટ્રમ્પનો દાવો : હોર્મુઝ પર અમેરીકાનું નિયંત્રણ, ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત
(એજન્સી) વોશીંગ્ટન તા.૨:
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહી છે ટ્રમ્પનું આ નિવેદન તાજેતરમાં ઈરાની ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલાઓ વચ્ચે આવ્યું છે, અને તેહરાને યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને બદલો લીધો છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર, એબીસી ન્યૂઝના એક અહેવાલને ફગાવી દીધો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને ઈરાન પર સોદા માટે દબાણ કરવામાં કોઈ રસ નથી.
તેમણે કહ્યું કે જો ઈરાન એવો સોદો કરે જે તેમના માટે નકામો હોય, તો પણ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. ટ્રમ્પે વર્તમાન પરિસ્થિતિને વધુ સારી ગણાવતા કહ્યું કે અમેરિકાનો હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહી છે.


