દેશભરમાં રોકડની તિવ્ર અછત : ATM સેવા પ્રભાવિત
નવી દિલ્હી,તા.5:
રોકડની અછતને કારણે દેશભરમાં ATM સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. છ્સ્ ઉદ્યોગ સંગઠન CATMiએ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ને પત્ર લખીને જણાવ્યું છે કે ઘણા રાજ્યોમાં ATMને ફરીથી ભરવા માટે પૂરતી રોકડ મળી રહી નથી. આ ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના લોકોને અસર કરી શકે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રોકડ વ્યવહારો પર આધાર રાખે છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે, CATMi મુજબ, માર્ચ અને એપ્રિલમાં ATMs ભરવા માટે આશરે રૂ.94,000 કરોડની જરૂર હતી. જોકે, માર્ચમાં ફક્ત રૂ.61,000 કરોડ અને એપ્રિલમાં રૂ.54,000 કરોડ ઉપલબ્ધ હતા. આનો અર્થ એ થયો કે જરૂરી રોકડના ફક્ત 64% અને 57% જ ઉપલબ્ધ હતા. રિઝર્વ બેંક ને આ પરિસ્થિતિની જાણ કરવામાં આવી છે.


