ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલન હિંસક બન્યું : એફીલ ટાવર નજીક તોડફોડ : પ૦૦૦ પ્રદર્શન કારીઓની ધરપકડ

ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલન હિંસક બન્યું : એફીલ ટાવર નજીક તોડફોડ : પ૦૦૦ પ્રદર્શન કારીઓની ધરપકડ

(એજન્સી)           પેરિસ, તા.૫:
ફ્રાન્સમાં શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અવ્યવસ્થાના વિરોધમાં આજે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે, અને આંદોલન હિંસક બની ગયું છે. પેરિસમાં એફિલ ટાવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે તોફાન મચાવીને તોડફોડ કરી હતી. આ સમગ્ર સ્થિતિને જોતા આ વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. આ પ્રદર્શન કારીઓમાં યુવા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું જાણા મળ્યું છે. આ લોકો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ અને પોતાની અન્ય કેટલીક માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યાં છે.