ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલન હિંસક બન્યું : ર૦૦૦ની ધરપકડ
ઠેર-ઠેર આગજનીના બનાવો : ૩૦પ પોલીસ કર્મી ઘાયલ
પેરિસ, તા.૩:
ફ્રાન્સમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું આંદોલન શુક્રવારે પણ ચાલુ રહ્યું હતું. શિક્ષકોની અછત, વર્ગખંડોમાં વધુ પડતી ભીડ અને શાળાઓમાં અપૂરતી સુવિધાઓ સામે શરૂ થયેલા વિરોધ દરમિયાન અનેક સ્થળે આગજની, તોડફોડ અને પોલીસ સાથે અથડામણ થતાં સ્થિતિ ગંભીર બની છે. શિક્ષણ મંત્રાલયના શુક્રવાર બપોર સુધીના આંકડા મુજબ ૫૬૪ શૈક્ષણિક સંસ્થાઓમાં દેખાવો અથવા કામગીરીમાં અવરોધ નોંધાયા હતા. આશરે ૪૦૦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહી હતી અને અનેક સંસ્થાઓએ દૂરથી શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી હતી.
ગૃહ મંત્રાલયે જાહેર કરેલા ગુરુવારના આંકડા મુજબ એક જ દિવસમાં ૧,૯૪૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૩૦૫ પોલીસ તથા અન્ય સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. અને ૧,૦૨૭ શૈક્ષણિક સંસ્થાઓ આંદોલનથી પ્રભાવિત થઈ હતી.


