ભવનાથમાં 100 વર્ષથી વધુ ઉંમરના સંતો પણ આવે છે 

મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ તંત્રે શરૂ કરી દીધી છે. એ સિવાય અખાડાઓમાં પણ સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયુ છે. આ મેળામાં 100 વર્ષથી વધુ ઉંમરના સાધુઓ પણ આવે છે. જોકે, તેઓ મૂંડ હોય તો જ પોતાની ઉંમર વિશે વાત કરે. અન્યથા ગુસ્સે પણ થઈ જાય.