માંગરોળથી સાત કિ.મી.નાં અંતરે આવેલું કામનાથ મહાદેવ મંદિર ૫૦૦૦ વર્ષ પ્રાચીન મંદિર

માંગરોળથી સાત કિ.મી.નાં અંતરે આવેલું કામનાથ મહાદેવ મંદિર ૫૦૦૦ વર્ષ પ્રાચીન મંદિર

(નરેશ પુરોહિત દ્વારા)
મેંદરડા.તા.ર૬
કામનાથ મહાદેવ માંગરોળ થી સાત કિ.મી નાં અંતરે આવેલ છે, કામનાથ મહાદેવ અંદાજે ૫૦૦૦ વર્ષ જુનું પૌરાણિક મંદિર છે, જેનો ઉલ્લેખ પદ્મપુરાણ માં પણ હોવાનું મનાઈ રહ્યું છે. ભગવાન કૃષ્ણ દ્વારકાથી ભાલકા તીર્થ જતા જયાં ભગવાન કૃષ્ણ એ રાતવાસો કર્યાંનો અને મહાદેવ કામનાથ ની પુજા કરેલી અને પોતાના આયુધો શંખ, ચક્ર, ગદા, પણ મંદિર ની બાજુ માં આવેલ પદ્મકુંડ માં પધરાવેલ જે આજે પણ લોકો ને કામનાથ નદી વિસ્તાર અહીં જાેવા મળે છે. અનેક શિવ મંદિરો નો મહિમા ! છે. જે પ્રાચીન ઈતિહાસનાં મહિમાં સાથે જાેડાયેલા હોય છે. આવો જ એક મહિમાં છે. માંગરોળ ની નોળી નદી કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલ કામનાથ મહાદેવ નો છે,
કુદરત ની ખોળે ખુંદતી પ્રકૃતિ ની લીલી વનરાયો પંખીનો મધુર અવાજ માંગરોળ તાલુકા નાં અનેક વિવિધ ગામડામાંથી પસાર થતી નોળી નદી જયાં, બિરાજમાન છે- સાક્ષાત કામનાથ મહાદેવ નો ઈતિહાસ જાણીએ
 કોટડા નામક કંકાવટી નગરીમાં કનકસિંહ નામના રાજા રાજ કરતા હતા તેની પાસે સુંદર મજાની ગૌરી ગાય હતી રાજા ગાય ને ચરવા માટે કોટડા ના વગડા મા મોકલી દેતા ગાય ચરી ને સાંજ વેળાએ કનકસિંહ રાજા ના દરબાર મા પરત પોહચતી બનવા જાેગ એક દિવસની વાત છે કે ગાય ચરતી ચરતી એક રાફડા પાસે ઉભી રહી ગય અને ગાયના આંચળ માંથી દુઘ આપો આપ જરવા લાગ્યુ ગાયનું દુધ સંપુર્ણ રાફડા ઉપર જરી ગયુ આ ધટના એક દિવસ બે દિવસ ચાલી આમ સાત દિવસ વિત્યા ગાયને ગોવાળ જ્યા દોહવા જાય ત્યારે આ દ્રષ્ય જાેય શંકા લાગી તેને તરત જ કંકાવટી નગરી મા જય રાજા કનકસિંહ ને વાત કરી કે આપણી ગાયનું દુધ કાતો કોઈ દોહી લેય છે કાતો કોક વાછનડો ધાવી લેતો હોય આ વાત સાંભળી રાજા કનકસિંહ તરત જ ગાય નું રખોપુ કરવા રાજ સૈનિકો ને લગાડેલ ગાય રોજે જેમ ચરવા જતી તેમ નિકળી ગય રાજ સૈનિકો તેની પાછળ પાછળ છુપાંતા રખોપુ કરેલ જયા સાંજની વેળા થય ને ગાય રાફડા ની માથે ઉભી રાજ સૈનિકો આ જાેય અંજપામા પડી ગયા તરત જ ગાયના આંચળ માંથી દુધ જરવા લાગ્યુ સૈનિકો ચોકી ઉઠ્યા દોડી ને કંકાવટી નગરી ના રાજાને વાત કરતા રાજા સવારના સમયે પૌતાના સેવકો નગરવાસીઓ ની સાથે તે રાફડા પાસે આવેલ અને રાફડો તોડવા માટે જેવો ત્રિકમનો ધા મારીયો ત્યા કાળતરો પોતાની ફેણ ઉભી કરી ને રાફડા માંથી બહાર નિકળેલ સાથો સાથ શીવલીંગ નિકળેલ ત્યાર થી કનકસિંહ રાજા આ શિવલીંગ સાસ્ત્રોકત વિઘિવધ પુજા કરી ને સ્થાપીત કરેલ અને નામ આપ્યુ કામનાથ મહાદેવ ભક્ત જનો કોઈ કામનાથ મહાદેવ તરીકે પુજે છે તો કોઈ કામેશ્ર્વર મહાદેવ તરીકે ઓળખાશે .
જ્યા ભાદરવી અમાસને દિવસે અહીયા મોટો મેળો ભરાય છે અને લોકો પોતાના સ્વજનોની મોક્ષગતી માટે પીપળે પાણી રેડવા પણ મોટી માત્રામા આજુ બાજુ ગાંમડાના લોકો ઉમટી પડે છે.
કામનાથ મહાદેવના સાનીધ્યમા શ્રાવણ માસ નિમિતે વિવિધ પુજાઓ શણગાર તેમજ થાળ ઘરવામા આવે છે. ખાસ કરીને વાત કરીએ તો સોમનાથ મહાદેવની જેમ અહીયા પણ પુજા કરવામા આવે છે.
જેમા સોમવારના દિવસે વિશેષ  પુજા હોય છે રાત્રીની મહાપુજા જેમા મહાદેવને સુંદર  પુષ્પોથી સણગાર વામા આવે છે અને આરતી કરવામા આવે છે . આ મહાપુજામાં માંગરોળ તાલુકાના હજારો શીવભક્તો ઉમટી પડે છે.