વેરાવળ તાલુકાનાં ઈશ્વરીયા ગામે દિપડી પાંજરે પુરાઈ

વેરાવળ તાલુકાનાં ઈશ્વરીયા ગામે દિપડી પાંજરે પુરાઈ

ગીર સોમનાથ તા. ૯
વેરાવળ તાલુકાનાં ઈશ્વરીયા ગામે આખરે દિપડીને પાંજરે પુરવામાં આવી છે. આ વિસ્તારમાં દિપડીની રંજાડ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. અને ત્યારબાદ હમીરભાઈ જાદવની વાડીમાં વન વિભાગે પાંજરૂ મુકયુ હતું. દરમ્યાન આ પાંજરામાં એક-બે વર્ષની માદા દિપડીને ઝડપી લેવામાં આવી છે. તેની તપાસ માટે અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે. અને ત્યારબાદ જંગલ વિસ્તારમાં તેને છોડી દેવામાં આવશે.