વહેલી સવારે દાતાર પર્વત પર સિંહ પરીવાર દેખાયો : વન વિભાગનો સ્ટાફ અને ટ્રેકર ટીમ દ્વારા સાવચેતીના પગલા લેવાયા
જૂનાગઢ તા.પ
પવિત્ર કોમી એકતાના સ્વરૂપ સમી જગ્યા તરફ જવાના રસ્તા ઉપર એટલે કે, સીડી ઉપર આજે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે ૩ર૦૦ ફુટની ઉંચાઈએ સિંહ પરિવાર પ્રવાસીઓને જાેવા મળ્યો હતો. સેવકો દ્વારા તાત્કાલીક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગનો સ્ટાફ અને ટ્રેકરની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને દર્શનાર્થે દાતાર બાપુની જગ્યા ખાતે જઈ રહેલા શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સુરક્ષાના પગલા લેવામાં આવ્યા હતા અને તેઓને જગ્યા સુધી પહોંચાડવામાં મદદ કરી હોવાનું ભાવિકોએ જણાવ્યું હતું અને ભાવિકોએ દાતાર બાપુના દર્શનનો લ્હાવો લીધો હતો.


