જૂનાગઢ વોર્ડ નં.પમાં મધુવન પાર્ક સહિતનાં વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માંગણી : આવેદનપત્ર અપાયું

જૂનાગઢ વોર્ડ નં.પમાં મધુવન પાર્ક સહિતનાં વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માંગણી : આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. પ
જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.પમાં આવેલા મધુવન પાર્ક, પૃથ્વીપાર્ક, પ્રણામીનગર, શીવાની નગર, ધરતી પાર્ક, વિદ્યા પાર્ક, રાજધાની પાર્ક, રાજદીપ પાર્ક, યશોદા પાર્ક, ગ્રીનવુડ, ઓમનગર, કેશવ પાર્ક, મીરાનગર તેમજ આજુબાજુનાં વિસ્તારો કે જયાં હિન્દુ પરીવારો રહે છે તેવા આ વિસ્તારનાં લોકોનાં એક પ્રતિનિધિ મંડળે જીલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી ઉપરોકત વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની લાગણી અને માંગણી વ્યકત કરી છે.
ભૂતકાળમાં હિન્દુ ધર્મનાં મંદિરો તેમજ હિન્દુઓની વસ્તી આ વિસ્તારમાં ઓછી થતાં મકાનો અને મંદીરોને તાળા લગાવવા પડયા હતા તેમજ હાલ હિન્દુઓનાં મકાનો ઝડપથી વેચાઈ રહયા છે ત્યારે આ વિસ્તારમાં તાત્કાલીક અસરથી નિયમ મુજબ અશાંતધારાની અમલવારી કરવાની માંગણી આવેદનપત્રમાં દર્શાવવામાં આવી છે અને વહેલીતકે આ કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.